વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રવિવારે ભવ્ય કાર્યક્રમ યોજાશે
ત્રિશૂલ માત્ર શસ્ત્ર નહીં, પણ ધર્મ, ન્યાય અને સત્યનુ પાવન પ્રતિક છે
- Advertisement -
યુવાનોને ત્રિશુલ દિક્ષામાં જોડાઈ હિન્દૂ રાષ્ટ્રને મજબૂત બનાવવા આહવાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત બજરંગ દળ રાજકોટ દ્વારા શૌર્ય દિવસ – ગીતા જયંતી નિમિતે કાંતા સ્ત્રી વિકાસ ગ્રહ રોડ, મિલપરા ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયમાં 7 ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 6 એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય ત્રિશૂલ દીક્ષા આપવામાં આવશે. આ ત્રિશૂલ દીક્ષા દ્વારા હિન્દૂ યુવાનોને ધર્મ અને રાષ્ટ્ર માટે જોડાવાનો સંદેશ આપવામાં આવશે તેમજ તેમની માનસિકતા, સંસ્કાર અને રાષ્ટ્રનિષ્ઠામાં નવો આત્મવિશ્વાસ પેદા કરાશે. પ્રથમ વખત ત્રિશૂલ દીક્ષા લઈ રાષ્ટ્રસેવા અને ધર્મ રક્ષા માટે પ્રતિબદ્ધ થવા ઈચ્છતા યુવાનો માટે આ એક અનોખો અવસર છે. આ દિવસે સંતો, મહંતોની ઉપસ્થીતીમાં મંત્રોચાર દ્વારા યુવાનોને ત્રિશુલ દિક્ષા આપવામા આવે છે, તથા બજરંગ દળના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થીત રહે છે તેમ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઇ ગરૈયા તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી કુણાલભાઇ વ્યાસે જણાવ્યુ હતુ.
બજરંગ દળની સ્થાપના 8 ઓક્ટોબર 1984ના દિવસે થઈ હતી. તે વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા છે. સેવા, સુરક્ષા અને સંસ્કાર એ બજરંગ દળનો મુખ્ય નારો છે. ગૌ રક્ષા, ધર્મ રક્ષા, રાષ્ટ્રીયતા, સેવા, સામાજિક સમરસતા જેવા વિષયોને લઈને બજરંગ દળ હંમેશા કાર્યરત હોય છે. બજરંગ દળના યુવાનો દર વર્ષે લાખો રક્તદાન કરી હજારો લોકોના જીવની રક્ષા કરવામા પણ સહભાગિ થાય છે. તથા દેશના યુવાનો માટે નશામુક્તિ જેવા અભિયાનો પણ દેશભરમા ચલાવે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છેલ્લા 33 વર્ષથી દર વર્ષે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે. શૌર્ય દિવસ પહેલા 6 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો પરંતુ 2021થી ગીતા જયંતીના દિવસે આ ઉત્સવ ઉજવવાનુ કેંદ્રિય સમિતિ દ્વારા નક્કી કરવામા અવ્યુ હતુ. વર્ષ 1992માં બજરંગ દળના અસંખ્ય કાર્યકર્તાઓ દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશ કરવામાં આવી હતી. 500થી વધારે વર્ષનો સંઘર્ષ અને અનેક હિન્દુ કાર્યકર્તાઓના બલિદાનને અંતે આ દિવસે હિન્દુ સંગઠનો દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઘેરાવ કરીને કોઈપણ હથિયારનો ઉપયોગ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાની સ્મૃતિ રૂપે આ દિવસે દર વર્ષે વિહિપ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે. આ ઉત્સવ અસંખ્ય હિન્દુઓના હૃદયમાં શૌર્ય અને એકતાની લાગણીને જાળવી રાખે છે તથા હિંદુ સંગમના રૂપમાં મનાવવામાં આવે છે. સમસ્ત હિન્દુ સમાજની એકતા, શૌર્ય, સમરસતા અને દ્રઢ સંકલ્પના પ્રતીક સમાન આ દિવસને યાદ કરવામાં આવે છે. ત્રિશુલ દીક્ષાની વધુ માહિતી માટે બજરંગળ દળ તથા વિહિપના અધીકારી ઓહર્ષભાઈ વ્યાસ (9016562327), હર્ષ મુથ્રેજા (9537375821), જીતુભાઇ કેશુર (91731 57901), શિવ પંડ્યા (94267 83821), રાજુભાઇ જોગરાણા (93278 39288), વિનિતભાઇ જાયસ્વાલ (97221 21672)નો સંપર્ક કરવો તેમ વિહિપ-રાજકોટ મધ્ય જિલ્લાના ઉપાધ્યક્ષ મનિષ વડેરિયાએ જણાવ્યુ છે.
- Advertisement -
હિન્દૂ ધર્મમાં ત્રિશૂલનું મહત્વ
ત્રિશૂલ એ ભારતીય સંસ્કૃતિનું પાવન અને શક્તિશાળી શસ્ત્ર છે. તેનું સ્થાન માત્ર શારીરિક રક્ષણ પૂરતું નહીં, પણ ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરે પણ ઊંડું છે. તેમા ત્રણ શૂલો છે જે ત્રણ બાબતોનું પ્રતિક છે. 1. અજ્ઞાન; 2. અન્યાય; 3. અધર્મ એનું નાશ કરવાનો સંકલ્પ રહેલો છે. તેથી ત્રિશૂલ માત્ર શસ્ત્ર નહીં, પણ ધર્મ, ન્યાય અને સત્યનો પાવન પ્રતિક છે. ભગવાન શિવ, દુર્ગા તથા ભૈરવના હાથમાં ત્રિશૂલ હોવાથી તે દેવતાઓના રક્ષણ અને સંહારના સ્વરૂપનું શસ્ત્ર છે.
ત્રિશૂલ દીક્ષા શા માટે લેવાય?
પરેશભાઇ રુપારેલિયાએ જણાવ્યુ કે ત્રિશૂલ દીક્ષા એ માત્ર શસ્ત્ર ધારણ કરવાનો સંકલ્પ નથી પરંતુ તે એક દિવ્ય પ્રતિજ્ઞા છે કે હું હંમેશા ધર્મનું રક્ષણ કરીશ, રાષ્ટ્રની સેવા અને હિન્દુ સમાજના ભવિષ્યની સુરક્ષા માટે સમર્પિત રહીશ. દિક્ષા લેતા યુવાન મન, વાણી અને કર્મથી સામાજિક દુર્ગુણો, અસ્તિત્વ પર આક્રમણ અને દેશદ્રોહી તત્વોના વિરોધમાં સજાગ રહેવાનો સંકલ્પ કરે છે. ત્રિશૂલ ધારણ કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય છે તેમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રીય નિષ્ઠા, ધર્મ માટે બલિદાનની ભાવના, દુર્જનો સામે તટસ્થતાથી ઊભા રહેવાનો સંકલ્પ,ભયને દૂર કરવાનો અધ્યાત્મિક સંદેશ છે. તેથી ત્રિશૂલ ધારણ કરવું એ માત્ર શસ્ત્ર લેવુ નહીં, પણ જીવનમાં એક ઉપાસનાત્મક, રાષ્ટ્રીય અને ધાર્મિક દિશા સ્વીકારવાનો સંકલ્પ છે.



