ગુજરાત વહીવટી સુધારણા પંચે મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો
છઠ્ઠા અહેવાલમાં ભરતી બાબતે મહત્વની 9 ભલામણ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને એક વર્ષની મર્યાદામાં જ પૂર્ણ કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચે (ૠઅછઈ) તેના છઠ્ઠા અહેવાલમાં ભલામણ કરી છે. પંચ દ્વારા ભરતી પ્રક્રિયાને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે અલગ અલગ નવ ભલામણ કરવામાં આવી છે. પંચ દ્વારા આજે મુખ્યમંત્રીને આ અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ ૠઅછઈની રચના કરી છે.
આ વહીવટી સુધારણા પંચ-ૠઅછઈનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપરત કર્યો હતો, જેમાં મહત્ત્વની 9 ભલામણ કરવામાં આવી છે.
ગુજરાત વહીવટી સુધારણા પંચ તરફથી કરવામાં આવેલી ભલામણ
- Advertisement -
જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય એ 9થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય એ પ્રક્રિયા 6થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય એ મુજબની ભલામણ કરવામાં આવી છે.
સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રીલિમ્સ તથા વિષયવાર મેઇન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને એનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે.
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માગણાપત્રક સબ્મિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવાની ભલામણ.
હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ અઙઈં-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે.
ઉમેદવાર આધારિત યુનિક ઈંઉ પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરી શકાય એવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી ભલામણ.
એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડીએ અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે એવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીઝ રિક્રૂટમેન્ટ બોર્ડ (ખજછઇ)ની રચના કરવાની તેમજ ૠજજજઇ, ૠઙજજઇ અને ૠઙછઇને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ
રાજ્યમાં શક્ય એટલી પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરિંગ યુનિટ (ઊખઞ)ની સ્થાપના કરવામાં આવે તેવી ભલામણ
દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમર્જન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ ૠઅછઈએ કરી છે.



