ગોંડલ, જસદણ અને ધોરાજી તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ, અનેક ક્ષતિ બહાર આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં 96 ટકા કામગીરી થઇ જતાં હવે જઈંછની કામગીરી પૂર્ણતાના આરે છે અને આગામી 72 કલાકમાં સમગ્ર જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ જશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જસદણની 100 ટકા કામગીરી પૂરી થઇ જતાં તેમને ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે. બીજીબાજુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં અનેક વિવાદિત વિગતો પણ બહાર આવી છે. જેમાં 90,000 મતદાર એવા છે જે મૃત્યુ પામ્યા છે અને 1,72,000 મતદાર એવા છે જે મળી આવ્યા નથી અને તેના નામ-સરનામા પણ મળ્યા નથી અથવા અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના એડિશનલ કલેક્ટર નારણ મુછાળના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ 23,91,027 મતદાર છે. જેમાંથી 22,93,758 મતદારના એમ્યુનિશન ફોર્મ ભરાયા છે. એટલે કે જિલ્લામાં કુલ 95.51 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જિલ્લામાં 90,000થી વધુ મતદાર હવે હયાત ન હોય તેમના નામ મતદારયાદીમાંથી દૂર કરાશે. તેમજ 1,72,000 મતદાર એવા છે કે જે મળી આવ્યા નથી અથવા તો સ્થળાંતર કરી ગયા છે. તેમજ 9000થી વધુ મતદારના બેવડા નામો મળી આવ્યા છે. જિલ્લામાં 3 તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને જેતપુર તથા રાજકોટ રૂરલ એટલે 71-રાજકોટમાં આગામી 24 કલાકમાં કામગીરી પૂર્ણ થઇ જશે અને રાજકોટ શહેરમાં 2થી 3 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે. હજુ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ કુલ કેટલા નામો દૂર કરાયા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.



