કોટડાસાંગાણી પંથકમાં ખેતરોમાં લાલ-લીલા મરચાંની સુકવણી: ખેડૂતોની મહેનત અને કુદરતી સૌંદર્યનું અનોખું મિશ્રણ
સૌરાષ્ટ્રનું મરચું, અને ખાસ કરીને ગોંડલ પંથકના મરચાંની સોડમ અને સ્વાદ સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. હાલમાં કોટડાસાંગાણી પંથકના અનેક ખેતરોમાં મરચાંની સુકવણીનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના કારણે ધરતી પર જાણે ’રેડ કાર્પેટ’ પાથરવામાં આવી હોય તેવો આબેહૂબ નજારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની મહેનત અને કુદરતની કૃપાનું પરિણામ એ છે કે લાલ અને લીલા મરચાંનો પથરાયેલો પાક આંખોને ઠંડક આપે તેવો છે. સ્વાદના રસિકો માટે આ તસવીર જોતા જ મોંમાં પાણી આવી જાય તેવો છે. આ મરચાં હવે બજારમાં આવવાની તૈયારીમાં છે, જેની રાહ સ્વાદપ્રેમીઓ આતુરતાથી જોઈ રહ્યા છે.



