ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
26 નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણે 1949 માં ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપાનવયુ હતું. જેથી ભારતભરમાં 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજુલા શહેરમાં સંવિધાન દિવસ નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે ઉજવણી કરાઇ હતી. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નં – 7 ના સદસ્ય અને દલિત સમાજ આગેવાન વિજયભાઈ વાઘ, ધવલભાઈ દુધરેજીયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખીયા, એડવોકેટ હેમુભાઈ રાઠોડ તથા દિપકભાઈ પરમાર, વિજયભાઈ ચૌહાણ, લાલજીભાઈ જાપડીયા, હરેશભાઈ ચૌહાણ, હરસુરઆતા, પ્રેમજીભાઈ મહિડા, હર્ષદભાઈ વાઘ, વિશાલભાઈ વાઘ, જાવિદભાઈ જીરૂકા, ગુલાભાઈ દલ તેમજ દલિત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



