કારમાં આગ લાગવાથી ટોટલ લોસ થયો હતો; ગ્રાહક આયોગે IDV મુજબની રૂ. 6,15,000ની રકમ 6% વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો આદેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે વીમા કંપનીના ક્લેમ નામંજૂર કરવાના નિર્ણયને ફગાવીને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આયોગે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ફરિયાદીને ઈંઉટ મુજબની રકમ રૂ. 6,15,000/- વ્યાજ અને ખર્ચ સાથે કુલ આશરે રૂ. 7,00,000/- ચૂકવવા આદેશ આપ્યો છે. બનાવની વિગત મુજબ, તા. 03/02/2024 ના રોજ ફરિયાદી નિલેશભાઈ મોરની સ્વિફ્ટ કાર (નં. ૠઉં.03.ઇઢ.1770) લીંબડી-બગોદરા હાઈવે પર અચાનક આગ લાગતા સંપૂર્ણપણે સળગી ગઈ હતી અને ટોટલ લોસ થયો હતો. વીમા કંપનીએ ક્લેમ નામંજૂર કરતા જણાવ્યું હતું કે, કારમાં કિટ ફીટ કરેલ છે, પરંતુ તે છઝઘ માં નોંધાવેલ ન હોવાથી પોલીસીની શરતોનું પાલન થતું નથી.
ફરિયાદીએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ક્લેમ દાખલ કર્યો હતો. ફરિયાદીના એડવોકેટ અજય કે. જોષી અને પ્રદિપ આર. પરમારે દલીલ કરી હતી કે, વીમા કંપની ક્લેમ નામંજૂર કરવા માટે કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકી નથી. આયોગે ફરિયાદીના વકીલની દલીલોને માન્ય રાખીને વીમા કંપનીની દાદાગીરી ફગાવી દીધી હતી. આયોગના આ ચુકાદાથી ગ્રાહકને મોટી રાહત મળી છે.



