અમારે કોઈ વિવાદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ નહોતી, આ તો નડતર સંબંધિત સામાન્ય કાર્યવાહી હતી, FIR તો અમારા સન્માન અને વ્યવસાય સામે સીધી સજા સમાન છે: વેપારીઓના આક્ષેપ
100થી વધુ વેપારીઓનો રોષ, પોલીસે 29 ગુના નોંધતાં તણાવ ચરમસીમાએ
- Advertisement -
લોખંડની જારીઓ-એંગલ જપ્ત, વેપારીઓને મથકે લઈ જતાં મધરાતે બજારમાં વેપારીઓ એકઠા થયા ‘જ્યાં ગઈ ચાલે ત્યાં ઋઈંછ કેમ?’ વેપારીઓનો સીધો પ્રશ્ર્ન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર શહેરના બંગડી બજારમાં કીર્તિમંદિર પોલીસે શરૂ કરેલી અચાનક કડક કાર્યવાહી બાદ શહેરના વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. દુકાન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ માનવામાં આવતા લોખંડની જારીઓ, એંગલ અને પાથરણા દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસે રિક્ષા અને ટેમ્પા બોલાવી સામાન જપ્ત કર્યો હતો અને કેટલાક વેપારીઓને મથકે લઈ જતાં માહોલ વધુ તંગ થયો હતો. આ ઘટનાને પગલે થોડા જ સમયમાં 100થી વધુ વેપારીઓ બજારમાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસની આ કાર્યવાહી સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓનો તર્ક છે કે જ્યાં સામાન્ય રીતે ગઈ (નોન-કોગ્નિઝેબલ) કેસ થવા જોઈએ ત્યાં પોલીસએ સીધી ઋઈંછ દાખલ કરીને અતિશય કડકાઇ દાખવી છે. અમારે કોઈ વિવાદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ નહોતી, આ તો નડતર સંબંધિત સામાન્ય કાર્યવાહી હતી. ઋઈંછ તો અમારા સન્માન અને વ્યવસાય સામે સીધી સજા સમાન છે, એવો આક્ષેપ વેપારીઓએ કર્યો. કીર્તિમંદિર પોલીસે ઇગજ કલમ 285 મુજબ રાત્રે જ 29 ગુન્હા નોંધતાં વેપારીઓ અને પોલીસ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. વેપારીઓનો આરોપ છે કે અગાઉ પોલીસ દ્વારા કેટલાક વેપારીઓને માત્ર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ અચાનક જ રાત્રિના સમયે જપ્તી અને ઋઈંછ અંગે કોઈ પૂર્વ જાણ કે મોકો આપવામાં આવ્યો નથી. વધુ ગુસ્સાનો મુદ્દો એ છે કે-જો પોલીસને ટ્રાફિક શિસ્ત જાળવવી હતી, તો સવારે કે નિયમિત સમયમાં કાર્યવાહી કરવી જોઈએ. એકતો મંદીના કારણે વેપાર ધંધા સરખા ચાલતા નથી તેમાં મોડી સાંજે વેપારના સમયે વેપારીઓને મથકે લઈ જવાની કાર્યવાહી હેરાનગતિ નહીં તો શું? વેપારીઓએ સવાલ ઉઠાવ્યો.
- Advertisement -
વેપારીઓનું એલાન : જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો બજાર બંધનું એલાન
વેપારીઓએ જાહેર કર્યું છે કે સમગ્ર મામલામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ બહોળા પાયે બજાર બંધનું એલાન કરશે. હાલમાં વેપારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે આ મુદ્દે જિલ્લા અધિકારીઓ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને મનપા સમક્ષ સંયુક્ત રજૂઆત કરી તાત્કાલિક પગલાંની માગણી કરવામાં આવશે. વેપારીઓએ વધુમાં જણાવ્યું- ટ્રાફિકના નિયમોનું પાલન અમે કરીએ, પણ અમારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો? જેને ગઈ થી નિપટાવી શકાય એવો મુદ્દો ઋઈંછમાં ફેરવાયો તેનાથી લાગે છે કે અમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
ચેમ્બરના અગ્રણીઓની રજૂઆતનો ‘પરિણામ’- બંગડી બજારમાં પોલીસની રાત્રે કડક કાર્યવાહીથી વેપારીઓમાં આક્રોશ
ટ્રાફિકની સમસ્યા અંગે થોડા દિવસો પહેલા ચેમ્બરના કેટલાક અગ્રણીએ જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે બંગડી બજારમાં વેપારીઓ ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. પોલીસે ચેતવણી નહીં દાખલરૂપ કાર્યવાહી કરી જોઈએ તેથી પોલીસે કરેલી અચાનક મધરાતની કડક કાર્યવાહી એ જ રજૂઆતના સીધા પ્રભાવ રૂપે સામે આવી હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.


