ગુજરાતના અનેક નેશનલ હાઈવે, એક્સપ્રેસવે અને ગ્રીનફીલ્ડ કોરિડોરના કામો ધીમીગતિએ ચાલી રહ્યા છે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, ઠેરઠેર નેશનલ હાઇવેના થયેલા ધોવાણને લઇને ગુજરાતના લોકોમાં રોષ છે
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી ગડકરીને નેશનલ હાઇવેની સ્થિતિથી માહિતગાર કર્યા
અમદાવાદ-વડોદરા, રાજકોટ-સોમનાથ હાઇવેના ચાલી રહેલાં ધીમા કામને લઈ રજૂઆતો કરાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ગુજરાતના ઘણા નેશનલ હાઈવે, એક્સપ્રેસવે (ઊડ્ઢાયિતત ઠફુ) અને ગ્રીનફીલ્ડ કોરિડોરના કામો સાવ મંથરગતિએ ચાલી રહ્યા છે. વર્ષોથી બની રહેલો નેશનલ હાઇવે-48 હજુ પણ અધૂરો છે. હિંમતનગરથી પસાર થતાં અને ગુજરાતને દિલ્હી સાથે જોડતા આ હાઇવેની કામગીરીને લઈને લોકોમાં અસંતોષ છે ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાઈટ વિઝિટ કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ઠેરઠેર નેશનલ હાઇવેના થયેલા ધોવાણને લઇને ગુજરાતના લોકોમાં રોષ છે. આ સમગ્ર બાબતે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને એક ડોઝિયર આપીને ગુજરાતમાં કામ ઝડપથી થાય તે માટે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અધિકારીઓ તથા એનએચએઆઇના અધિકારીઓ તેમજ રોડના કોન્ટ્રાક્ટર્સ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગુજરાતના હાઇવે પરના ટોલ ટેક્સથી કેન્દ્રને વર્ષે 5 હજાર કરોડ જેટલી આવક છે છતાં રસ્તાની ગુણવત્તા યોગ્ય નથી તે બાબત પણ આ દરમિયાન ચર્ચાઇ હતી. વિશેષત: અમદાવાદ-વડોદરા, રાજકોટ-સોમનાથ, પાલનપુર-હાઇવેના હાલ અને ત્યાં ચાલી રહેલાં ધીમા સમારકામને લઈને રજૂઆતો કરાઈ હતી. હિંમતનગર હાઇવે અંગે સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાએ પણ રજૂઆત કરી હતી.
નેશનલ હાઇવેને લઇને આટલી રજૂઆતો કરાઇ
નવા બનેલા કેટલાક રસ્તા પણ તૂટી ગયા છે અને જ્યાં સમારકામ કરાયું ત્યાં ફરી ખાડાં પડ્યા છે.
ભારતમાલા અને જામનગર-અમૃતસર હાઇવેમાં કોન્ટ્રાક્ટરોએ કરેલાં નબળી ગુણવત્તાના કામને કારણે સરકારની છાપ ખરાબ થઇ રહી છે.
દરખાસ્ત કરાયેલાં કેટલાંક હાઈવેમાં જમીન સંપાદનની પ્રક્રિયા વળતરની સમસ્યાને કારણે ઘોંચમાં પડી છે
ઘણાં હાઇવે પર મુસાફરોની સલામતીનું ઓડિટ કરવું પડે તેમ છે કારણ કે ડિઝાઇનમાં ખામીને કારણે બ્લાઇન્ડ સ્પોટ્સ વધુ હોવાથી અકસ્માત થાય છે.
- Advertisement -
ગુજરાતમાં હાઈ વે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત
ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર તથા અમદાવાદ-ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરાં થાય તે બાબતે પણ અનુરોધ કર્યો. મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં ગઇંઅઈં હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી. આ બેઠકમાં ગઇંઅઈં અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. કેન્દ્રિય મંત્રીએ નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું તંત્રને આદેશ આપ્યો હતો. તેમણે ભાર મૂકી જણાવ્યું કે નેશનલ હાઈવેના નિર્માણ, રિસર્ફેસિંગ તથા મરામતના તમામ કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થવા જોઈએ. સુગમ અને સુરક્ષિત રોડ કનેક્ટિવિટી રાજ્યના વિકાસ માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.



