ગુરુકુળ ચોકડી નજીક ટ્રકમાં ખામી સર્જાતા અન્ય વાહનો પણ થંભી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તેવામાં બુધવારે મોડી સાંજે ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક કચ્છ તરફથી આવતા ટ્રકમાં અચાનક ખામી સર્જાઈ હતી જેના લીધે હાઈવેની વચોવચ ટ્રક થંભી ગયો હતો આ તરફ એક ટ્રક હાઈવેની વચોવચ બંધ પડતા પાછળ આવતા અન્ય ટ્રકોની લાંબી કાતર લાગી હતી જેના લીધે જોતજોતામાં આશરે ત્રણેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કાતરી જોવા મળી હતી. હાઈવે પર ટ્રાફિક જામ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી ટ્રાફિકની હળવો કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ અનેક રાહદારીઓ કલાકો સુધી ટ્રાફીકમાં ફસાયા હતા.



