પીસીબીની ટીમે ભગવતિપરાના શખ્સની ધરપકડ કરી 3.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીએ મોટી ટાંકી ચોકમાં વોચ ગોઠવી દમણથી કુખ્યાત બુટલેગરે મોકલેલા 2.59 લાખના દારૂ સાથે ભગવતિપરાના શખ્સને ઝડપી લઇ 3.39 લાખનો મુદામાલ કબ્જે કરી નામીચા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા અને દારૂનું દુષણ ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ હુણ, પીએસઆઈ ત્રાજીયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમી આધારે મોટી ટાંકી ચોકમાં વોચ ગોઠવી હતી ત્યાં માલવાહક રીક્ષાને અટકાવી જડતી લેતા તેમાંથી 2.59 લાખનો 912 બોટલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ચાલકને અટકાવી પૂછતાછ કરતા પોતે મૂળ ભાડલાનો હાલ બે-ત્રણ વર્ષથી રાજકોટના ભગવતીપરામાં નંદનવન સોસાયટીમાં રહેતો નવાઝ દોસ્તમહમદ ભાડુલા હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂ અંગે પૂછતાં તેણે એવી કબૂલાત આપી હતી કે પોતે ગ્રીનલેન્ડ ચોકડી રૂટ ઉપ્પર રીક્ષા ચલાવતો હતો અને થોડા સમયથી દારૂનો ધંધો શરુ કર્યો છે આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ પાર્સલ રૂપે દમણથી બસમાં મોકલ્યો હતો અને પોલીસે પકડી લીધો હતો પોલીસે નવાઝની ધરપકડ કરી 3.39 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રનગર પોલીસમાં ગુનો દાખલ કરાવી યાકુબની શોધખોળ હાથ ધરી છે પકડવાનો બાકી યાકુબ વિરુદ્ધ રાજકોટ, વાંકાનેર, સુરત, વાપી, ભીલાજ, આણંદ સહિતના જિલ્લાઓમાં હત્યા, દારૂ સહીત 21 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે યાકુબ જેલમાંથી છૂટી દમણ બેઠા બેઠા સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરવા માટે પંકાયેલો છે.



