ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા; બે ‘કેઝ્યુઅલ્ટી’ને હોસ્પિટલ ખસેડાયાનું નિદર્શન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મોરબીના બાયપાસ રોડ પર આવેલા નેક્સસ સિનેમા ખાતે આગની અકસ્માત ઘટનાને પહોંચી વળવા માટે મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સફળતાપૂર્વક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સિનેમા સંચાલક દ્વારા આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સિનેમામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અને બે ’કેઝ્યુઅલ્ટી’ ને સારવાર માટે હોસ્પિટલ મોકલવાની કામગીરીનું સચોટ નિદર્શન કર્યું હતું. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભીડવાળી જગ્યાએ દુર્ઘટના બને ત્યારે પોતાનો જીવ કેવી રીતે બચાવવો અને અન્યોને કેવી રીતે મદદરૂપ થવું તેની લોકોને તાલીમ આપવાનો હતો. આ પ્રસંગે ફાયર વિભાગના આધુનિક સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.



