પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી વખતે એલ.ઈ. કોલેજના પ્રોફેસર મનીષભાઈ જેઠવાને અસ્વસ્થતા જણાતા 108 બોલાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
સમગ્ર રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે, ત્યારે કામગીરીના ભારને કારણે કર્મચારીઓની તબિયત બગડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે મોરબીમાં પણ આવા જ એક બનાવમાં ઇકઘ સુપરવાઇઝર ની તબિયત લથડી હતી.
- Advertisement -
એલ.ઈ. કોલેજના પ્રોફેસર અને ઇકઘ સુપરવાઇઝર મનીષભાઈ જેઠવા આજે પ્રાંત કચેરી ખાતે જઈંછ ફોર્મ ચકાસણીની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. સ્થળ પર હાજર કર્મચારીઓ અને અધિકારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને મનીષભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.



