જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરાની સીકવલની તૈયારી થઇ રહી હતી. તેવામાં હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલ આ ફિલ્મ પર કામ શરૂ થતાં પહેલાં જ બંધ થઇ ગયું છે. કહેવાય છે કે, જુનિયર એનટીઆરને ફિલ્મની વાર્તા પસંદ પડી નથી. પરિણામે આ ફિલ્મ પર હાલ અનિશ્ચિત સમય માટે કામ બંધ કરવામાં આવ્યું છે. એક ઇન્ટરવ્યુમાં જુનિયર એનટીઆરે દેવરા પાર્ટ ટુને બનતા સમય લાગશે તેમ જણાવ્યું હતું. અનિલ શર્મ જોકે સત્તાવાર રીતે આ ફિલ્મ વિશે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોરટાલા શિવાએ સીકવલ માટે એક નવા ડ્રાફ્ટ પર કામ શરૂ કર્યું હતું. પરંતુ જૂનિયર એનટીઆરને ફિલ્મની વાર્તા વધારે પડતી લાંબી લાગી હતી.
તેથી વાર્તાને હવે ફરી લખવી પડવી એમ હોવાથી ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ અટકાવી દેવામાં આવ્યું છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
- Advertisement -




