10ના મોત થયાં છે, 52 જેલમાં છે : અન્યની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
થોડાં સમય પહેલા દિલ્લીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરની તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઈ છે અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી હતી અને 30 વર્ષમાં ગુના આચરનાર રાષ્ટ્ર વિરોધી તત્વોની કરમ કુંડળી 100 કલાકમાં તૈયાર કરવાનો આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસને આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને શહેર પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોઘી ગુના આચરનાર 1357 થી વધું તત્વોની ક્રાઇમ કુંડળી તૈયાર કરવા ધમધમાટ આદર્યો હતો જેમાં 529 આરોપીની ક્રાઇમ કુંડળી મળી હતી અને 106 આરોપીનના મોત થયાં છે જ્યારે 52 આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું છે તેમજ અન્ય આરોપીની તપાસ યથાવત રાખવામાં આવી છે.છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી ગુના આચરનાર શખ્સોની 100 કલાકમાં કરમ કુંડળી કાઢી ડોઝિયર ભરી તેમનો હિલચાલ પર નજર રાખવાની સખત સૂચના અપાઈ હતી ડિજીપીની સૂચના બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા શહેરની તમામ પોલીસને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સોના ઘરે દોડાવી હતી જેમાં પોલીસની તપાસમાં 529 આરોપીની કરમ કુંડણી મળી આવી છે. તેમજ 106 ના મોત થયાંનું સામે આવ્યું છે. જ્યારે 52 આરોપી હાલ જેલમાં કેદ છે.



