પ્રદર્શન 21 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે: રાજકોટની વિરાસતથી લઈને આધુનિક શહેરની સફર સુધીનાં અનેક આકર્ષક ઝોન પ્રદર્શનનું ખાસ આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 20 વર્ષના વિકાસને અવિસ્મરણીય બનાવતું રાજકોટની શહેરી વિકાસ યાત્રા – 20 વર્ષની યશોગાથા નામનું ભવ્ય પ્રદર્શન પ્રજાને ખુલ્લું મુકાતા જ લોકોએ ઉત્સાહપૂર્વક આવકાર્યો છે. રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં તા. 21 નવેમ્બરથી શરૂ થયેલ આ પ્રદર્શનને ત્રણ દિવસમાં જ 2500થી વધુ નાગરિકોએ મુલાકાત લઈને પ્રશંસાનો વરસાદ કર્યો છે. ઐતિ હાસિક રાજકોટની વિરાસતથી લઈને આધુનિક શહેરની સફર સુધીનાં અનેક આકર્ષક ઝોન પ્રદર્શનનું ખાસ આકર્ષણ બની રહ્યા છે. જૂના શહેરના નકશા, દુર્લભ તસવીરો અને હેરિટેજ સ્થાનકોની રસપ્રદ રજૂઆત, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, તથા આવનારા ભવિષ્યના વિકાસની ડિજિટલ ઝલક પ્રદર્શનનો મુખ્ય ભાગ છે. વિદ્યાર્થીઓ માટે ખાસ અછ/ટછ ઈન્ટરએક્ટિવ ઝોન તેમજ અઈં દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે વર્ચ્યુઅલ સેલ્ફીનો અનુભવ લોકોને વિશેષ આકર્ષી રહ્યો છે.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફર – નવા બ્રિજ, મોબિલિટી સિસ્ટમ, ગ્રીન પાર્ક, સ્વચ્છતા સિસ્ટમ, છખઈની ટેક્નોલોજી આધારિત કામગીરી વગેરેનું ડિજિટલ પ્રેઝન્ટેશન, સ્વચ્છતા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ – છેલ્લા 20 વર્ષમાં થતા પરિવર્તનોનું ઇન્ફોગ્રાફિક ડેટા, સ્માર્ટ મિશન મોડ્યુલો, ઈઈઝટ નેટવર્ક, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આધુનિક માળખાં, ભવિષ્યની ઝલક – આવનારા વર્ષના સ્માર્ટ મોડિલિટી, નવો ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ અને સસ્ટેઈનેબલ શહેરનું વિઝનની ઝલક આ પ્રદર્શનમાં જોવા મળી રહી છે.
શા માટે પ્રદર્શન જોવું જોઈએ?
- Advertisement -
શહેરની 20 વર્ષની વિકાસગાથાનું જીવંત દસ્તાવેજીકરણ
ભવિષ્યના રાજકોટનો સાફ અને સ્પષ્ટ વિઝન
બાળકો અને યુવાઓ માટે પ્રેરણાત્મક અનુભવ
પરિવારો માટે માણવા જેવી સફર
છખઈની આયોજનબદ્ધ કામગીરીનું પારદર્શક પ્રદર્શન



