21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી: 9ને લાઇસન્સ અંગે સૂચના, ખાદ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન દ્વારા શહેરના ઓમનગર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 21 ધંધાર્થીઓની વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન 09 ધંધાર્થીઓ પાસે જરૂરી લાઇસન્સ ન હોવાથી તેમને તાત્કાલિક લાઇસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, ખાદ્ય ચીજોના કુલ 17 નમૂનાઓની સ્થળ પર ફૂડ સેફ્ટી ટેસ્ટિંગ વાન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યારે ક્રિસ્ટલ મોલમાં આવેલા રિબેલ ફૂડ્સમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા છે. રિબેલ ફૂડસમાંથી સોસ, આલુ રેપ, ચીઝ અને પેરી-પેરી સ્પ્રિંકલના નમૂના લેવામાં આવ્યા છે. ખોડિયાર સ્વીટ માર્ટ, ઝલક ફાસ્ટ ફૂડ, મારુતિ ઘૂઘરા, જય ખોડિયાર ઘૂઘરા, ક્રિષ્ના મારવાડી પાણીપૂરી, જય અંબે લાઈવ વેફર્સ, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, મિતલ ડેરી ફાર્મ અને ગાંધી સોડા શોપ સહિતના તમામ એકમોને લાયસન્સ મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તથા શ્રીઓમ ફાર્મસી, મધુવન ડેરી ફાર્મ, રવિ ખમણ, રામેશ્વર ડેરી ફાર્મ, અનમોલ ચાઇનીઝ, જય ગોપનાથ ફરસાણ, જાનકી ડેરી ફાર્મ, ગુરુકૃપા એજન્સી, મુરલીધર ફરસાણ, ચામુંડા ફરસાણ, ભવાની પ્રોવિઝન સ્ટોર અને ચામુંડા દુગ્ધાલયની ચકાસણી કરવામાં આવી હતી.



