SIRની કામગીરીમાં સ્ટાફને રોકી દેવાતા સેન્ટર પર તાળા; ચીફ ઓફિસરે પ્રાંત અધિકારીની સૂચનાનો હવાલો આપ્યો, પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા નગરપાલિકા કચેરીમાં થોડા સમય પહેલાં જ શરૂ કરાયેલું સરકારનું સિટી સિવિક સેન્ટર શુક્રવારે અચાનક બંધ હાલતમાં અને તાળા લાગેલા જોવા મળતાં નાગરિકોમાં રોષ ફેલાયો છે. અરજદારો અને ફરિયાદીઓને તેમનાં રૂટિન કામો માટે ધરમના ધક્કા ખાવા પડ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે, નગરપાલિકાના વધારે પડતા સ્ટાફને જઈંછ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીમાં રોકી દેવામાં આવતા કચેરીના અન્ય વિભાગોની રૂટિન કામગીરીઓમાં બ્રેક લાગી ગઈ છે.
આ બાબતે ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી ડો. ઉદય નસીતનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, સીટી સિવિક સેન્ટરના કર્મચારીઓને પ્રાંત અધિકારીની સૂચનાથી જઈંછની કામગીરી સોંપવામાં આવેલ હોવાથી કચેરી બંધ હશે. જોકે, ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાડાએ આ મામલે તપાસ અને ચકાસણી કરાવવાનો ટેલિફોનિક જવાબ આપ્યો છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોના કામ સમયસર ન થવાની ફરિયાદો અગાઉ પણ ઉઠી ચૂકી છે. સ્થાનિક સૂત્રો અનુસાર, સેન્ટરના સુપરવાઇઝર અને મેનેજર પદાધિકારીઓની રહેમદીલીથી વખતોવખત બેદરકારીને બઢાવો આપતા હોય તેવી પણ ફરિયાદો ઊભી થઈ છે.



