જામનગરને 622 કરોડનાં વિકાસકાર્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભેટ, 139 પિલર્સ પર ઊભા કરાયેલા બ્રિજ નીચે પેઇડ પાર્કિંગ-ફૂડ ઝોન સહિતની સુવિધાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર રૂપિયા 226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ તરફથી આવતા તેમજ ખંભાળિયા તરફથી આવતા વાહનચાલકો બ્રિજનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતેથી જામનગરવાસીઓને રૂ. 622 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં રૂ.487.62 કરોડના ખર્ચે પૂર્ણ થયેલાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યું છે, જેમાં સૌથી મહત્ત્વનું લોકાર્પણ જામનગર મહાનગરપાલિકા હેઠળના રૂ. 226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થયેલા છે. આ ફલાયઓવર બ્રિજને શરૂ કરવા માટે રૂ. 139.00 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ સાથેની ટેન્ડર પ્રક્રિયાઓ થઈ હતી અને 39 ટકા ઓન સાથે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો પુલ બની જાય એ માટે રૂ. 195.50 કરોડનો વધારો કરીને રિવાઈઝડ 226.99 કરોડના ખર્ચે તૈયાર કરી લેવાયો છે. આ ફલાયઓવર બ્રિજ 51 મહિનાની મહેનત બાદ બ્રિજ તૈયાર થયો છે.



