નક્સલવાદીઓની MMC સ્પેશિયલ ઝોનલ કમિટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈને પત્ર લખવામાં આવ્યો છે
દેશમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા નિર્ણાયક અભિયાન વચ્ચે એક મોટા અહેવાલ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્પેશિયલ ઝોનલ કમિટી (MMC ઝોન)ના નક્સલીઓએ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યા છે.
- Advertisement -
કોને કોને લખ્યા છે પત્ર?
માહિતી અનુસાર નક્સલીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈને સંબોધતા પત્ર લખ્યો છે જેમાં તેમણે સામૂહિક રીતે આત્સમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ક્યાં સુધીની ડેડલાઈન માગી?
- Advertisement -
નક્સલીઓએ તેમના બે વરિષ્ઠ સાથી મહારાષ્ટ્રમાં સરન્ડર કરનાર ભૂપતિ અને છત્તીસગઢમાં સરન્ડર કરનાર સતીશના નક્શેકદમ પર ચાલીને આત્મસમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. MMC ઝોનના તમામ નક્સલી એકસાથે આત્મસમર્પણ કરવા તૈયાર છે. જોકે તેમણે જે પત્ર લખ્યો છે જેમાં એકબીજા સાથે વાત કરવા માટે 15 ફેબ્રુઆરી 2026ની ડેડલાઈન માગી છે.




