નાયબ કલેક્ટરે પ્રમાણપત્ર અને શાલ આપી બિરદાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
ચોટીલામાં જઈંછ (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બે ઇકઘ (બૂથ લેવલ ઓફિસર) અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા. નાયબ કલેક્ટર અને મતદાર નોંધણી અધિકારી એચ.ટી. મકવાણાએ તેમને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી બિરદાવ્યા હતા.
આ સન્માન 63-ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના ઇકઘ ભાવદાસ રામદાસ ગોંડલીયા (ભાગ નંબર 293-ગોલીડા-1) અને ઇકઘ વિનુભાઇ પોપટભાઇ પરમાર (ભાગ નંબર 287-પરબડી) ને આપવામાં આવ્યું હતું. તેમણે ડિજિટાઇઝેશનનું 100% કાર્ય પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બંને ઇકઘ અધિકારીઓને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ કામગીરી ચાલુ રાખવા, અન્ય સહકર્મચારીઓને મદદ કરવા અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે હંમેશા કોઈપણ કામગીરીમાં અવ્વલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.



