CM ભૂપેન્દ્ર પટેલે રૂ.545 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
રાજકોટમાં 700થી વધુ ઙખ આવાસનો ડ્રો: મુખ્યમંત્રીએ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું
- Advertisement -
QR Based સિટિઝન ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગનું બજેટ 40% વધારીને રૂ. 30 હજાર કરોડ કર્યુ: CM ભૂપેન્દ્ર પટેલ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં 522.50 કરોડના 49 કામોના ખાતમુહૂર્ત અને 22.57 કરોડના 6 કામોના લોકાર્પણ કરીને, નાગરિકોને રૂ. 545 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 700થી વધુ આવાસો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સૌને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અગાઉ માત્ર વિકાસની ચૂંટણી સમયે વાતો થતી, પરંતુ અત્યારે રોજેરોજ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. “જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું” એવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોમાં કેળવ્યો છે. જેના ખાતમુહૂર્ત થાય છે એના લોકાર્પણ આ જ સરકાર કરે છે
રાજકોટમાં ભૂતકાળમાં પાણીના સંકટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અગાઉ અહીં ટ્રેનથી પાણી આવતું, પણ આજે રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. આજે લોકાર્પિત-ખાતમુહૂર્ત થયેલા કામોમાં સૌથી વધુ કામો પાણીને લગતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ 40 ટકા વધારીને રૂ. 30 હજાર કરોડ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓમાં બનતા સુવિધાજનક સરકારી મકાનો ખાનગી બાંધકામને ટક્કર મારે તેવા હોવાનું પણ તેમણે ઉમેર્યો હતું. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સ્વદેશી અપનાવવાનો આગ્રહ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ-2025 કોફીટેબલ બુકનું વિમોચન કર્યું તેમજ ચછ ઇફતયમ સીટીઝન ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી હતી.
રાજકોટના અતિત, આગત અને અનાગતની વિકાસગાથાના પ્રદર્શનને નિહાળતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના નવા ચેમ્બર ભવનનું ભૂમિપૂજન કર્યું
રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ‘રાઈઝિંગ રાજકોટ’ની થીમ સાથે શહેરના 20 વર્ષના વિકાસની યશગાથા વર્ણવતા પ્રદર્શન એકમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજકોટના અતિત, આગત અને અનાગતના ભવ્ય વિકાસના પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. રાજકોટમાં આજે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ત્રણ મહત્વના કાર્યક્રમો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં યોજાયા. મુખ્યમંત્રીએ નવા ચેમ્બર ભવનના ભૂમિપૂજન, ચેરમેન ધનસુખભાઈ વોરાના સન્માન, તેમજ તેમની બાયોગ્રાફીનું વિમોચન કર્યું.
ઇકઘના આપઘાત મામલે NSUIનો વિરોધ
મુખ્યમંત્રી રાજકોટમાં હતા તે દરમિયાન ઇકઘ આપઘાત મામલે ગજઞઈંનો વિરોધ મુખ્યમંત્રી રાજકોટમાં હતા તે દરમિયાન કોટેચા ચોક ખાતે ઇકઘના આપઘાત મામલે ગજઞઈંએ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ઉગ્ર રજૂઆત કરવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ બેભાન થઈ ગયા હતા.



