સ્પર્ધામાં ઉત્તિર્ણ થયેલ બાળકોને પ્રમાણપત્રો, શૈક્ષણિક કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
બાળકોમાં રહેલ વિવિધ પ્રતિભા શક્તિઓ ઉજાગર કરવા તક પ્રાપ્ત થાય માટે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર તથા ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત સી.આર.સી કક્ષા લેવલે તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામે સરકારી કુમાર શાળામાં કલા ઉત્સવ યોજાયો હતો.
- Advertisement -
આ મહોત્સવમાં આંકોલવાડી ક્લસ્ટર સેન્ટરની વિવિધ આઠ સરકારી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને કલા ઉત્સવનાં માધ્યમ દ્વારા બહાર લાવવા વિકસિત ભારત 2047 ની થીમ અનુસાર ચિત્ર સ્પર્ધા,બાળ કવિ સ્પર્ધા,સંગીત ગાયન સ્પર્ધા,સંગીત વાદન સ્પર્ધા વિગેરે સ્પર્ધા યોજાઇ હતી જેમાં આઠ સરકારી પ્રાથમિક શાળાના 32 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ,દ્રિતીય અને તૃતીય સ્થાને વિજેતા થયેલ સ્પર્ધકોને પુરસ્કાર,પ્રમાણપત્રો તથા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અંતમા તમાંમ વિધાર્થીઓએ બાળ ભોજન કર્યું હતું.તાલાલા શિક્ષક સંઘ પ્રમુખ,સી.આર.સી.આંકોલવાડી કો.ઓર્ડીનેટર પરબતભાઈ ચાંડેરા એ સ્પર્ધામાં વિજેતા તમાંમ વિધાર્થીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સુંદર સંચાલન આંકોલવાડી ક્ધયા શાળાના આચાર્ય ભરતભાઈ ભોળા એ કરી ઉપસ્થિત શિક્ષકો તથા શિક્ષક સંઘના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.



