એક બાઇકસવાર હવામાં ઊછળીને ફ્લાયઓવરથી નીચે પટકાયો
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે 6.42 વાગ્યે કાર ચલાવી રહેલી એક વ્યક્તિને અચાનક હાર્ટ-એટેક આવ્યો. આ પછી બેકાબૂ કાર સામેથી આવતાં વાહનો સાથે અથડાઈ અને પલટી ગઈ. શહેરના ફ્લાયઓવર પર થયેલા આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે અને 3 લોકો ઘાયલ થયા છે. આખી ઘટના ફ્લાયઓવર પાસેની ઇમારત પર લાગેલા ઈઈઝટમાં રેકોર્ડ થઈ છે. ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6 વાગ્યે 42 મિનિટે એક ફુલ સ્પીડે કાર સામેથી આવી રહેલા બે ટૂ-વ્હીલર સહિત 4થી 5 વાહન સાથે અથડાય છે અને પલટી ખાઈ જાય છે.
વીડિયોમાં એવું પણ દેખાય છે કે ટક્કરના કારણે બાઇકસવાર એક વ્યક્તિ હવામાં ઊછળીને ફ્લાયઓવર પરથી નીચે જઈને પડી. અકસ્માત પછી તરત જ લોકોની ભીડ જામી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે, 3 લોકો ઘાયલ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાર-ડ્રાઇવરને અચાનક હાર્ટ-એટેક આવ્યો હતો. આના કારણે કારનું સંતુલન બગડ્યું અને અકસ્માત થયો. ડ્રાઇવરનું પણ આ ઘટનામાં મોત થયું છે. પોલીસનું કહેવું છે કે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.



