વધુ એક ઇકઘ ઢળી પડ્યા: વડોદરામાં શિક્ષકા ઉષાબેન સોલંકીનું SIRની કામગીરી દરમિયાન મૃત્યું, હૃદયરોગના હુમલાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ઇકઘ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.
મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ઈંઝઈં)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં અને ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાનાં વતની હતાં અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં હતાં. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું, પરંતુ હાલમાં હાર્ટ-એટેકની આશંકા છે.
- Advertisement -
આ અંગે મૃતક મહિલા ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે સુભાનપુરા વિસ્તારમાં પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે. તેઓ ઇકઘ સહાયક તરીકે કામગીરી કરતાં હતાં. તેમને તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તેઓ આજે શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં.
જઈંછ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે બીએલઓની કામગીરી કરી રહેલા ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું છે. આ ઘટનાઓના પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ પહેલાં ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું અને આજે વડોદરામાં ઇકઘ સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે. તેમને પણ હાર્ટ-એટેક આવ્યો હોવાની આશંકા છે. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે.



