ફરિયાદ કરતાં વખાણ વધુ – પોલીસ પ્રત્યે જનવિશ્વાસમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
જીલ્લા પોલીસ દ્વારા આયોજિત લોક દરબારમાં આ વખતનું માહોલ અસામાન્ય રીતે સકારાત્મક રહ્યું – ફરિયાદોના બદલે નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગની કામગીરીનું ખુલ્લેઆમ વખાણ કરવામાં આવ્યું. જૂનાગઢ રેન્જના ઈંૠ નિલેશ જાજડીયા અને જિલ્લા પોલીસ વડા જઙ ભગીરથસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્યાપક સંખ્યામાં નાગરિકો, વેપારીઓ, સમાજ સંસ્થાના આગેવાનો અને પત્રકારોએ ભાગ લીધો અને શહેરમાં કાયદા-વ્યવસ્થાની જાળવણી અને ગુનાખોરી સામેર્ની કડક કાર્યવાહી માટે પ્રશંસા પાઠવી.
નાગરિકોએ કમલાબાગ પોલીસ સ્ટેશનની ઝડપી કામગીરી, રાત્રિ પેટ્રોલિંગ અને વધતા ચેકિંગને વિશ્વસનીય અને સુરક્ષાબંધતા વધારનાર પગલાં હોવાનુ જણાવ્યું. ઈંૠ અને જઙએ લોકોની પ્રશંસા સાંભળી પરસપર સંવાદ અને પારદર્શિતા જાળવવા પોલીસ વિભાગને પ્રોત્સાહન આપ્યું.
SP ભગીરથસિંહ જાડેજાએ પત્રકારોને પણ કર્યો અને મીડિયા-પોલિસ સહયોગથી જ સમુદાયમાં વિશ્વાસ વધે તેવી આશા વ્યક્ત કરી. લોક દરબાર શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો અને પોલીસ-જનતા સંબંધ વધુ મજબૂત બન્યા હોવાનું અધિકારીઓએ કહ્યું.



