વોર્ડ નં- 7 અને આસપાસના રહીશોના પાણીના પ્રશ્ર્નનો હલ થશે
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં બાયપાસ રોડ પર આવેલ વોર્ડ નંબર -7 ના બીડી કામદાર વિસ્તારમાં જુની પોલીસ લાઇન પાછળ ડુંગરા પર નવા પાણીના સંપનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ફટાકડા ફોડી અને ફુલહાર પહેરાવી ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. અને 8.5 લાખ લીટરના પાણીના સંપનુ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. નલ સે જલ યોજના અંતર્ગત નવો હવે પાણીનો સંપ બનતા હવે વોર્ડ નંબર – 7 સહીત આસપાસના વિસ્તારોમાં પાણીના પ્રશ્ર્નનનો કાયમી હલ થશે. રૂપિયા 2 કરોડ ઉપરાંતના ખર્ચે નવનિર્મિત પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ સંપ બનાવવા માટે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી તથા નગરપાલિકાના અથાક પ્રયત્નોથી પાણીના સંપની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ સાથે ધારાસભ્યે રાજુલા શહેરનો આલ્હાદક નજારો નિહાળ્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે ભાવેશભાઇ સોલંકી, જીગ્નેશભાઈ પટેલ, વનરાજભાઇ વરૂ, બકુલભાઇ વોરા, જીગ્નેશભાઇ ત્રીવેદી, વોર્ડ નં -7 ના સદસ્ય વિજયભાઇ વાઘ, ધવલભાઇ દુધરેજીયા, રણછોડભાઇ મકવાણા, આશીકભાઇ મુની, રાજેશભાઇ ઝાંખરા, ભરતભાઇ જાની, પ્રભાતભાઇ જોષી તેમજ નગરપાલિકા ટીમ, વેપારીઓ અને ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં..



