ઘણા વસાહતીઓ વર્ષો પહેલા ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને આધાર, મતદાર કાર્ડ મેળવવામાં અને કેટલાક કિસ્સાઓમાં બહુવિધ ચૂંટણીઓમાં મતદાન પણ કરી શક્યા હતા. તેઓ બાંગ્લાદેશ પાછા ફરવા માગે છે કારણ કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા થઈ રહી છે.
કહેવાય છે કે જે કામ બંદૂક કરી શકતી નથી તે કામ કલમ કરી શકે છે. હાલમાં ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા (SIR) કાર્યવાહી શરુ કરી તે આ કિસ્સામાં સાચી ઠરી છે. તેના કારણે બંગાળમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો પલાયન થવા માંડયા છે. બીએસએફે જણાવ્યું હતું કે તેણે પરત જઈ રહેલા આવા 500 ઘૂસણખોરો તો પકડયા હતા. હાલમાં રોજના 100થી 150 લોકો પરત જઈ રહ્યા છે.
- Advertisement -
હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બંગાળમાં ચાલી રહ્યો છે. તેના હેઠળ દરેક મતદારને ઘરે જઈને પૂછવામાં આવી રહ્યુ હતુ કે 2002ની મતદારયાદીમાં તેનું નામ હતુ કે નહી. જો તમારું નામ ન હતું તો તમારા કુટુંબના કયા સભ્યોનું હતું. આવી બધી જાણકારીઓ બાંગ્લાદેશીઓ ક્યાંથી આપી શકે. આ જ કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં તેનો ડર જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળથી મળતી વિગત મુજબ મતદારયાદી સુધારણાના ડરથી 500થી વધુ બાંગ્લાદેશીઓ ભાગી ગયા છે. આ વાત પણ એટલા માટે આવી કેમ કે, બીએસએફે આ બાંગ્લાદેશીઓને ભાગતા પકડયા છે, તેમનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કર્યો છે અને તેના પછી જરૂરી પ્રક્રિયાનું પાલન કરીને તેઓને બાંગ્લાદેશના સરહદી દળોને સોંપ્યા છે.
પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ ઘરઘાટી તરીકે અને દહાડિયા મજૂર તરીકેના કામમાં લાગેલા હતા. તેઓ આ વિસ્તારોમાં વર્ષોથી રહેતા હતા. બાંગ્લાદેશ પરત ફરતા બધા જ બાંગ્લાદેશીઓનો એક જ સૂર હતો કે મતદારયાદી સુધારણાના કારણે તેમની મુશ્કેલી વધી જતાં તે પરત ફરી રહ્યા છે.
બીજી બાજુએ ઓડિશામાં પોલીસે પાંચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે.
- Advertisement -
સત્તાવાળાઓએ જગતસિંહપુર જિલ્લામાં બાંગ્લાદેશીઓને આશ્રય આપનારાનું ઘર તોડી નાખ્યા પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદે ઓડિશાના કેઓન્જર જિલ્લામાં ઘૂસણખોરો સામે 12 કલાકના બંધની એલાન આપ્યા પછી પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધી લગભગ વીસેકની અટકાયત કરવામાં આવી છે.




