વૃક્ષ રોપણ, દર્દીઓને ફ્રૂટ વિતરણ તથા દરિદ્ર નારાયણને ભોજન સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના જન્મ દિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા જુદા જુદા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સોમવારના રોજ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના જન્મ દિન નિમિતે ધ્રાંગધ્રા શહેર ભાજપના કાર્યકરો દ્વારા વૃક્ષ રોપણ, દર્દીઓને ફ્રૂટ વિતરણ અને દરિદ્ર નારાયણને ભોજનની વ્યવસ્થા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ તકે ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા સાંજના સમયે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી પોતાના જન્મ દિવસ નિમિતે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના નાના બાળકો સાથે કેક કાપી પોતાનો જન્મ દિનની ઉજવણી કરી હતી. બીજી તરફ ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રીના જન્મ દિન નિમિતે આખો દિવસ સેવાની સરવાણી કાર્યક્રમ થકી લોક ઉપયોગી કર્યો હાથ ધરશે.



