લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે કેશોદ ખાતે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી. આ પદ યાત્રા સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ થી શરૂ કરેલ થઈ માંગરોળ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ, આંબાવાડી,કાપડ બજાર, પટેલ મિલ રોડ જૂનાગઢ રોડ, ચાર ચોક, ડો.બાબા સાહેબ આંબેડકર ચોક, પાનદેવ સમાજ, બાયપાસ સુધી યોજાઈ હતી. આ પદ યાત્રામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા,જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પંચાયત પ્રમુખ, ભારત વિકાસ પરિષદ, આઝાદ કલબ, રોટરી ક્લબ, અધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.
કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા

Follow US
Find US on Social Medias


