સરકારની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ
જિલ્લાના તમામ કામોના ગુણવતા જળવાય અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રીની સૂચના
- Advertisement -
સર્કિટ હાઉસ, પોરબંદરમાં દિશા સમિતિની ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર સર્કિટ હાઉસ ખાતે આજે દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને બધા ચાલુ પ્રોજેક્ટોને નક્કી સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા કડક સૂચના આપી. મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા માર્ગ-મકાન અને અન્ય વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન ચાલે તે અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન અપાયું હતું. સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવાની જરૂરિયાતને રેખાંકિત કરતા મંત્રીએ જિલ્લાભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા અને તંત્ર દ્વારા અસરકારક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. નાણા પંચ તેમજ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે પણ વિભાગ વડાઓએ પોતાના અહેવાલ રજૂ કર્યા હતા.
- Advertisement -
રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલા જઈંછ સંદર્ભિત કાર્યોને ઝડપી ગતિ આપવા અને માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી. જિલ્લા વિકાસના દરેક ક્ષેત્રે સજાગતા અને જવાબદારીથી કાર્ય થાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. વિભાગોના વડાઓએ પોતાના ક્ષેત્રની કામગીરી, પ્રગતિ અને આવનારા કામોના રિપોર્ટ રજૂ કર્યા હતા. આ બેઠકનું સંકલન ઉછઉઅના નિયામક રેખાબા સરવૈયાએ કર્યું હતું. વિકાસ, સ્વચ્છતા અને કલ્યાણકારી યોજનાઓને વેગ આપવા દિશામાન થઈ આ બેઠકને જિલ્લામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.



