સવની, ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા, કાજલી થી સોમનાથ સુધીની પદયાત્રામાં યુવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી બન્યા: પુષ્પવર્ષા થી પદયાત્રાનું ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત
ખાસ-ખબર ન્યૂઝ ઈં ગિર-સોમનાથ
- Advertisement -
જે અંતર્ગત આજે સવની ખાતેથી સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ હતી. 90-સોમનાથ વિધાનસભા અંતર્ગત યોજાયેલી આ પદયાત્રા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. આ પદયાત્રાનો પ્રારંભ વેરાવળ તાલુકાના સવની થી થયો હતો. આ અવસરે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહભર આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને ગામેગામ આવકાર મળ્યો હતો.



