મહાગઠબંધન આંતરિક લડાઈમાં ડૂબ્યું: મહિલાઓને 10 હજાર આપવા ગેમ ચેન્જર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
બિહારમાં ફરીથી નીતિશ સરકારનું આવવું નિશ્ચિત છે. બપોરે 12:30 વાગ્યા સુધીના વલણોમાં ગઉઅને લગભગ 190 બેઠકો મળી રહી છે. ઉંઉઞની વાપસી થઈ છે અને પાર્ટી 78 બેઠકો પર આગળ ચાલી રહી છે. ઇઉંઙ 87 અને ચિરાગ પાસવાનની કઉંઙ (છ) 21 બેઠકો પર આગળ છે. છેલ્લી વાર ઉંઉઞ 43, ઇઉંઙ 74 અને કઉંઙ(છ) એક બેઠક જીતી હતી.
નીતિશ કુમાર ચૂંટણી પહેલાં સતત એવી ઘોષણાઓ કરતા રહ્યા, જેના દ્વારા મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, લોઅર મિડલ ક્લાસને સીધો ફાયદો પહોંચે. જોકે આ મોટી જીતનું આ એકમાત્ર કારણ નથી. ચિરાગ પાસવાન સાથે આવવાથી ઉંઉઞને 35 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ગઉઅમાં આવવાનો ચિરાગને પણ ફાયદો થયો છે.
29 ઑગસ્ટ, 2025ના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા રોજગાર યોજનાની જાહેરાત કરી. કહ્યું કે 18 થી 60 વર્ષની ઉંમરની મહિલાઓને બિઝનેસ શરૂ કરવા માટે બે લાખ રૂપિયા આપશે. શરૂઆતમાં ખાતામાં 10 હજાર રૂપિયા મોકલશે.
- Advertisement -
આ સિવાય સરકારે આશા વર્કરને મળતી સેલેરી 1 હજાર રૂપિયાથી વધારીને 3 હજાર રૂપિયા કરી દીધી. મમતા કાર્યકર્તાઓને દરેક ડિલિવરી પર મળતા પૈસા 300 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરી દીધા. બિહારમાં 1 લાખ આશા વર્કર, 5 હજાર આશા ફેસિલિટેટર અને 5 હજારથી વધુ મમતા કાર્યકર્તાઓ છે.
વોટ વાઇબના ફાઉન્ડર અમિતાભ તિવારી કહે છે, સરકારે 1.21 કરોડ મહિલાઓને 10 હજાર રૂપિયાનું વિતરણ કર્યું. આ કુલ મહિલા મતદારોના 35% છે. ભારતમાં એક પરિવારમાં ત્રણ મતદારો માનવામાં આવે છે. 1.21 કરોડ મહિલાઓના હિસાબે જોઈએ, તો આ યોજનાએ 3.63 કરોડ મતદારો પર અસર કરી. મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે પહેલા ફેઝના મતદાનથી 2 દિવસ પહેલાં 6 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે અમારી સરકાર બની, તો દર વર્ષે 14 જાન્યુઆરીએ દરેક મહિલાને 30 હજાર રૂપિયા આપીશું. પરિણામ જણાવે છે કે આ વાયદાની મહિલાઓ પર બહુ અસર થઈ નહીં. બિહારમાં 1 જુલાઈથી ઘરેલુ કનેક્શન પર 125 યુનિટ વીજળી ફ્રી કરી દીધી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે તેનો ફાયદો 1.67 કરોડ પરિવારોને થશે. તેના પર 3,376 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. 1 ઑગસ્ટ 2025થી બિહારના 1.67 કરોડ પરિવારોને 125 યુનિટ વીજળી ફ્રી મળી રહી છે. તેમાં 1.2 કરોડ ગ્રામીણ અને 47 લાખ શહેરી વિસ્તારના પરિવાર છે. એક પરિવારમાં ત્રણ મતદાર માનીએ, તો 1.67 કરોડ પરિવારના હિસાબે લગભગ 5 કરોડ મતદારો પર આ યોજનાની અસર થઈ. મહાગઠબંધને પણ 200 યુનિટ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ ચૂંટણીના પરિણામો જણાવે છે કે તે નિષ્ફળ જ રહ્યો.



