બિલીમોરાના દેવસરમાં ફિલ્મ ‘વશ’ જેવી ઘટના
સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવસારી
નવસારીના બીલીમોરામાં ફિલ્મ પવશથ જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. એ બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો છે.
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનું આવ્યું કે પતારાં બાળકોને મારી નાખથ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું. એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.
- Advertisement -
ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતાં અટકાવીને ઝડપી લીધી છે અને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગાંધીનગર : બે દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની લાશ મળી
બાજુના ઘરમાં પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હતી
- Advertisement -
ગાંધીનગરમાં બે દિવસથી 10 વર્ષની ગુમ બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી આવી છે. પાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ શખસના બાળકના પણ બે અલગ અલગ સ્ટેટમેન્ટ પોલીસને મળ્યા છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ગાંધીનગરના રાયપુર ગાના રામાપીરવાળા વાસ વિસ્તારમાંથી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી બુધવારે ગુમ થઈ હતી. બાળકીના ગુમ થવા બાબતે ડભોડા પોલીસ મથકમાં પિતાએ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ બાળકીને પરિવારના સભ્યો તથા પોલીસે શોધખોળ શરૂ કરી રહી હતી. પોલીસી શોધખોળ વચ્ચે બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી મૂકાયેલી હતી. જેમાં બાળકીની લાશ મૂકાયેલી હતી.



