ટાકાઈચીએ સંસદમાં સ્વીકાર્યું કે તેની વહેલી સવારે થયેલી તૈયારીથી સ્ટાફને અસુવિધા થઈ
જાપાનની નવી પ્રધાનમંત્રી સનાએ ટાકાઈચી તેમનાં ખૂબ મહેનતુ સ્વભાવ માટે જાણીતી છે. તેઓ ઘણીવાર સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતી નથી અને વર્ક-લાઇફ બેલેન્સ જેવા વિચારોને નકારી ચૂકી છે. પરંતુ તાજેતરમાં તેમણે સવારે 3 વાગ્યે બેઠક બોલાવી ત્યારે બધાને આશ્ચર્ય થયું.
- Advertisement -
આ બેઠક શુક્રવારે થઈ હતી અને જાપાનમાં તેને 3 વાગ્યાની અભ્યાસ બેઠક તરીકે ઓળખવામાં આવી રહી છે. આ મુદ્દો જાપાનમાં ખાસ સંવેદનશીલ છે કારણ કે ત્યાં કારોશી એટલે કે વધારે કામથી મૃત્યુના ઘણાં કિસ્સા નોંધાયા છે. ઘણાં લોકોનું કહેવું છે કે આવી બેઠક કર્મચારીઓ પર અતિરિક્ત તણાવ લાવે છે. પૂર્વ પ્રધાનમંત્રી યોશિહિકો નોડાએ આ નિર્ણયને પાગલપણું ગણાવ્યો.
તેમણે કહ્યું કે જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ સવારે 6 કે 7 વાગ્યે કામ શરૂ કરતાં. તે પોતે કામ કરવા માગે તો કરી શકે, પરંતુ અન્ય લોકોને તેમાં ખેંચવા યોગ્ય નથી, એમ તેમણે કહ્યું. ટાકાઈચીએ કહ્યું કે તેના ઘરે ફેક્સ મશીન બંધ થઈ ગયું હતું (જાપાનમાં હજુ પણ ફેક્સનો ઉપયોગ થાય છે), તેથી તે વડાપ્રધાન નિવાસસ્થાને ગઈ જેથી સવારે 9 વાગ્યાની બજેટ બેઠક પહેલાં જરૂરી દસ્તાવેજો જોઈ શકે.
ટાકાઈચીએ સંસદમાં સ્વીકાર્યું કે તેની વહેલી સવારે થયેલી તૈયારીથી સ્ટાફને અસુવિધા થઈ, પરંતુ તેમણે કહ્યું કે વહેલી બેઠક જરૂરી હતી કારણ કે સભ્યોના પ્રશ્નોના જવાબમાં ફેરફાર કરવાની જરૂર હતી. ટાકાઈચીના સમર્થકો કહે છે કે તેમને પણ 3 વાગ્યે કામ કરવા ગમતું નથી, પરંતુ વિપક્ષના સભ્યો પ્રશ્નોના બહુ મોડા મોકલે છે.
- Advertisement -
જાપાનમાં 2019માં એક નિયમ બનાવવામાં આવ્યો કે એક મહિને 45 કલાકથી વધુ ઓવરટાઈમ નહીં કરવી, કારણ કે 2016માં ડેન્ટસ કંપનીની કર્મચારી માટસુરી તાકાહાશીએ 100 કલાકથી વધુ ઓવરટાઈમ કર્યા બાદ આત્મહત્યા કરી હતી.
ટાકાઈચી માને છે કે લોકો માટે ઓવરટાઈમ આવકનો મહત્વનો સ્ત્રોત છે, પરંતુ તે કર્મચારીઓના આરોગ્યના નુકસાનની કિંમત પર ન હોવો જોઈએ. તેમણે કહ્યું, હું એવો ઓવરટાઈમ મંજૂર કરતી નથી જે મૃત્યુ તરફ દોરી જાય. મને ચિંતા છે કે જો ઓવરટાઈમ પે ઘટાડાશે તો લોકો વધારે કમાણી માટે અન્ય અજાણ્યા કામ કરીને પોતાનું આરોગ્ય બગાડશે. તેમણે ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે વડાપ્રધાન બન્યા પછી તેઓ પોતાનો વર્ક-લાઇફ બેલેન્સ છોડીને ફક્ત કામ, કામ અને વધુ કામ કરશે.




