રાહુલે અણનમ 98 રનની આક્રમક ઈનિંગ સાથે ઓરેન્જ કેપ મેળવી
ખાસ-ખબર સંવાદદાતા
ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ગુરુવારે ઈંઙકની 53મી મેચ રમાઈ હતી. જેમાં પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 134 રન કર્યા હતા. જેના જવાબમાં પંજાબના કેપ્ટને 42 બોલમાં 98* રનની આક્રમક ઈનિંગ રમી ટીમને 6 વિકેટથી મેચ જીતાડી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ઈજઊં પ્લે-ઓફમાં તો પહોંચી ગઈ છે, પરંતુ તે છેલ્લી 3 મેચ હારી જતા લય ગુમાવી બેઠી છે. ચેન્નઈ સુપર કિંગ્સે બેક ટુ બેક વિકેટો ગુમાવી દીધી હતી. ઋતુરાજ સહિત મહેન્દ્ર સિંહ ધોની પણ કંઈ ખાસ પ્રદર્શન ના દાખવી શકતા, 61 રનમાં ચેન્નઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ ઈનિંગમાં પંજાબના બોલર અર્શદીપ સિંહ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લઈને ઈજઊંના બેટિંગ ઓર્ડરની કમર તોડી હતી.