સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સંસ્થા
ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનો સમન્વય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજના જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને સંસ્કાર સાથે આગળ વધવાની તક મળે તે માટે કાર્યરત શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજે રાજકોટ શહેરમાં પ્રેરણાનું પ્રતિક બની છે. શિક્ષણક્ષેત્રે માનવતાના મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખતી આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન જ નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ, નૈતિકતા અને આરોગ્યનું સંવર્ધન પણ કરાવવામાં આવે છે. સરકારની ઋછઈ સમિતિએ દરેક વિદ્યાર્થી માટે રૂ.14,000 જેટલી ફી મંજૂર કરી હોવા છતાં, આ શાળાએ માત્ર રૂ.6,000 જેટલી ન્યૂનતમ ફી નક્કી કરી છે. તેમજ તેની સાથે સાથે યુનિફોર્મ, બૂટ-મોજાં, નોટબુક, ટેક્સ્ટ બુક તથા શૈક્ષણિક સામગ્રી સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. દરરોજ વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન પણ પૂરુ પાડવામાં આવે છે. જે શાળા અને ટ્રસ્ટના દાતાઓની સેવા ભાવનાનું પ્રતિબિંબ છે. શાળાનો સમય 7:30 થી 1:30 સવાર અને ગીતિયિુ અને ઉીંક્ષશજ્ઞિ ઊંૠ નો સમય 12 થી 3:30 બપોરનો રહશે.
શાળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ઝૂ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પ્રિન્ટિંગ પ્રેસ જેવી જગ્યાએ શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવે છે. દરેક વર્ગખંડને સ્માર્ટ ક્લાસ તરીકે વિકસાવવામાં આવ્યો છે અને તમામ વર્ગોમાં એરકન્ડિશનની સુવિધા ઉપલબ્ધ છે. તહેવારોની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને ભક્તિભાવનું સંવર્ધન થાય છે. દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ સાથે બે અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ટ્યુશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શાળામાં યોગા, જીમ્નાસ્ટિક્સ, સંગીત અને કમ્પ્યુટર શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યસ્તરીય જીમ્નાસ્ટિક સ્પર્ધામાં શાળાના 8 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જેમાંથી 3 વિદ્યાર્થીએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. હાલમાં શાળામાં 275 વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને દર વર્ષે દાતાઓ દ્વારા આશરે રૂ.35 લાખનું દાન ટ્રસ્ટને આપવામાં આવે છે. દર વર્ષે નવા 60 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, જેમાં દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિનું ટ્રસ્ટ દ્વારા સર્વેક્ષણ કર્યા બાદ જ પ્રવેશ મંજૂર કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એડમિશન પ્રક્રિયા 1 નવેમ્બર, 2025થી શરૂ થશે. રાજકોટના જરૂરિયાતમંદ માતા-પિતાએ પોતાના બાળકના એડમિશન માટે ફોર્મ લીમડા ચોક ખાતે આવેલ પંચનાથ મંદિરની ઓફિસમાં જમા કરાવવા રહેશે. આ શાળા આજે માત્ર એક શૈક્ષણિક સંસ્થા જ નહીં, પરંતુ સમાજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ આશ્રયસ્થાન બની છે. અભ્યાસ સાથે સંસ્કાર, શિક્ષણ સાથે વ્યક્તિત્વ અને જ્ઞાન સાથે સેવા ભાવના આ ત્રણ મંત્ર પર ચાલતી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે સાબિત કર્યું છે કે શિક્ષણ એ માત્ર સફળતા માટે નહીં, પરંતુ માનવતાના ઉત્કર્ષ માટે છે. તેમજ સાચી ભાવના, સેવા અને સંસ્કાર સાથે ચાલતી શૈક્ષણિક સંસ્થા સમાજમાં પરિવર્તન લાવી શકે છે.



