ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 52મી મેચ સનરાઇજર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. અબુધાબીના શેખજાયદ સ્ટેડિયમમાં બંન્ને ટીમો આમનેસામને હતી અને વિરાટ કોહલીએ ટોસ જીતીને જછઇંને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 રને હરાવી દીધુ છે.પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 141 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી હતી. બેંગ્લોરને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વર કુમારે ડી વિલિયર્સ અને ગાર્ટનને માત્ર 8 રન જ બનાવવા દીધી હતા. બેંગ્લોરની આ હારનો અર્થ એ થયો કે હવે વિરાટ એન્ડ કંપની પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં પહોંચી શકશે નહીં.
- Advertisement -
હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 141 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન રોયે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન વિલિયમસને 31 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો હર્ષલ પટેલે 3 વિકેટ લીધી હતી.
તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બની ગયો છે. હર્ષલે જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે.