મૃતદેહનું ધડ, માથું અને હાથ સહિતના અંગો જુદા જુદા મળી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદ શહેરના રાતકડી હનુમાન મંદિર જવાના રોડ પરથી આજે એક મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતદેહના ધડ, માથું અને હાથ સહિતના અંગો જુદા જુદા ટુકડામાં વિખરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.
- Advertisement -
ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૃતદેહની હાલત જોતા કોઈ પ્રાણી દ્વારા તેનું વિચ્છેદન કરવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે હાલ પૂરતી હત્યાની આશંકાને નકારી કાઢી છે. હળવદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ખસેડ્યો છે. મૃત્યુનું સાચું કારણ અને મૃતકની ઓળખ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.