ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાની કોળી સમાજ, ઘુંસિયા ખાતે પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 દ્વારા આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ.વિભાગના સંકલન સાથે “પોષણ માહ” અને ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે અંતર્ગત જિલ્લા કક્ષાના જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછારે ઘરનું આંગણું સ્વચ્છ રાખવા તેમજ બાળકોમાં સ્વચ્છતા રાખવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગ્લોબલ વોર્મિંગની આપણા શરીર પર પણ અસરો થાય છે, માટે તેને અટકાવવા અને આવનારી પેઢી માટે હરિયાળુ ભવિષ્ય બનાવવાની પ્રતિજ્ઞા લેવાની ઉપસ્થિત સર્વેનેઅપીલકરીહતી.
ઘૂસિયા ખાતે ‘પોષણ માસ’ અને ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી: શારીરિક સ્વચ્છતા વિશે સમજ આપી અને સાથે વૃક્ષારોપણ કરાયું
