ટીબીની સારવાર માટે આવેલા વૃદ્ધ સહિતના દર્દીઓ ઉપર જીવનું જોખમ
આગ કેમ લાગી? સતાધીસો દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોવિડ સમયમાં દેશ-વિદેશની કંપનીઓના વેન્ટિલેટરના આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે હવે ગુરુવારના રોજ જયા દર્દીઓ સારવાર લેવા જતા હોય ત્યા જ તેમને જીવનું જોખમ વધી ગયુ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવીલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા માંગરોળના વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા નીમ્ભર તંત્રના પાપે અહીં સારવાર માટે આવતા દર્દીઓને હવે જીવનું જોખમ હોય તેવું ફલિત થઇ રહ્યું છે. જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે તેવી રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં ગુરુવારે સવારે વેન્ટિલેટરમાં આગ લાગતા સારવારમાં રહેલા જૂનાગઢના માંગરોળના દર્દી મહમદહુસેન અલ્લારખાભાઇ સિપાઈ ઉ.65 મોઢાના ભાગે દાઝી ગયા હતા તંત્રની આ લાપરવાહીથી જીવવા આવેલા દર્દીઓને જીવનું જોખમ ઉભું થતું હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે ટીબીના દર્દી મહમદહુસેન ગત તા.14 ઓક્ટોબરના રોજ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેઓ ભરઊંઘમાં હતા. ત્યારે અચાનક જ મોઢાના ભાગે કશુંક ગરમ લાગતા તેઓ રાડો પાડવા લાગતા ફરજ પરનો નર્સીગ સ્ટાફ દોડી આવ્યો હતો અને વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું જણાતા ફાયર એક્સીગ્યુટરનો મારો ચલાવી આગ બુઝાવી હતી આ આગ અંગે તપાસ કરતા વેન્ટિલેટરના માઉથપીસના ભાગે આગ લાગતા દર્દી મોઢાના ભાગે દાઝી ગયા હતા આગ લાગી હોવાનું ખુદ અધિકારીઓએ સ્વીકારી ટેક્નિકલ નિષ્ણાંત મારફતે તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું સિવીલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા એક વૃદ્ધ દર્દી મોઢાના ભાગે દાઝી ગયા હતા. આ દર્દીને જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા તે વેન્ટિલેટર બેલ કંપનીનું હોવાનું સામે આવ્યું છે.