3 મશીનોથી નોટો ગણી; ટૂંક સમયમાં કોર્ટમાં હાજર થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર અને વચેટિયાઓને આજે ચંદીગઢની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ તેમના રિમાન્ડની માગ કરશે. સીબીઆઈએ ગુરુવારે બપોરે લાંચના કેસમાં ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ કરી હતી.
આજે સવારે, સીબીઆઈએ તેમની તબીબી તપાસ કરી. ધરપકડ પછીનો તેમનો પહેલો ફોટો સામે આવ્યો છે. જ્યારે સીબીઆઈ તેમને તબીબી તપાસ માટે ચંદીગઢની સેક્ટર 16 હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તેમણે પેન્ટ અને શર્ટ પહેર્યો હતો અને ઘડિયાળ પહેરી હતી. તેમણે રૂમાલથી ચહેરો ઢાંકેલો હતો. તેઓ કારની પાછળની સીટ પર બેઠા હતા અને મીડિયા સાથે વાતચીત કરી ન હતી.
ડીઆઈજીએ એક વચેટિયા દ્વારા ફતેહગઢ સાહિબના મંડી ગોવિંદગઢના એક ભંગારના વેપારી પાસેથી ₹8 લાખની લાચ માગી. તેમણે સરહિંદમાં બે વર્ષ પહેલાં દાખલ કરાયેલા એક જૂના કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની અને જો તે ના પાડે તો તેમની સામે નવો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપી. વેપારીએ સીબીઆઈને ફરિયાદ કરી. તપાસ બાદ, સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને ડીઆઈજીની ધરપકડ કરી.