રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ગ્રાહક જાગૃત બને તે માટે નવતર પહેલ
નોટિસ કવર પર QR કોડ સ્કેન કરતા જ ક્ધઝયુમર પ્રોટેકશન એક્ટ, ફરિયાદ નિવારણ સંબંધી માહિતી મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગની કચેરી દ્વારા ગ્રાહક જાગૃતિ અર્થે ક્યુ.આર. કોડ પ્રિન્ટેડ નોટિસ કવર રાજકોટ સિટીના કલેક્ટર ડો.ઓમપ્રકાશ અને કમિશન પ્રમુખ જજ પી.સી. રાવલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આજના સમયમાં ગ્રાહકો તેમના હક્ક સંબધે વધુ ને વધુ જાગૃત બને અને તેઓને ફરિયાદ નિવારણ અર્થે ક્ધઝયુમર એક્ટ દ્વારા યોગ્ય સમજ મળી રહે તે માટે આ પ્રકારનું ડિઝિટલ નોટિસ કવર તૈયાર કરવામાં આવ્યું છે. જે નોટિસ પક્ષકારને જતા તેઓને ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા અને કોર્ટ સંબંધી તમામ માહિતી જુદી જુદી 17 ભાષાઓમા મળી જશે. આ ઇનોવેટિવ વિચારથી રાજકોટના શહેરીજન તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ગ્રાહક સંસ્થાને આયોગ સુધી રૂબરૂ આવવાની જરૂર રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ખાતે આ રીતે નોટિસ બજવણી માટેનું ડિઝિટલ કવર તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં રાજકોટ ક્ધઝ્યુમર કોર્ટ દ્વારા મહિનાની સરેરાશ 180થી વધુ ફરિયાદો પૈકી 92 ટકા જેટલી ફરિયાદોનો ઝડપી નિકાલ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને આરોગ્યને લગતી ફરિયાદોમાં સૌથી ઝડપી કામગીરી કરવામાં આવતી હોવાનું કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીની સુવિધાનો પણ વધુ ઉપયોગ કરનાર રાજકોટ જિલ્લા આયોગ પ્રથમ છે. જેથી સમય-શક્તિનો બચાવ થશે અને ગ્રાહક સંસ્થાને તેમના ઘેર બેઠા કે ઓફિસ થકી તકરાર નિવારણમાં મદદ મળી રહેશે. તેમજ સિનિયર સિટીઝનને કેસમાં અગ્રતાક્રમે સુનવણી આપવામાં આવે છે.
આ તકે ક્ધઝ્યુમર લો પ્રેક્ટિસનર એસોસિએશનના ઉપપ્રમુખ જી. એમ. જાનીએ આયોગ દ્વારા શરુ કરવામાં આવેલી પહેલને વધાવતા જણાવ્યું હતું કે, ક્યુ.આર. કોડ આધારિત નોટિસ કવર તૈયાર કરવાથી લોક જાગૃતિમાં વધારો થશે. ગ્રાહકોને વસ્તુની ઉંચી કિંમત, તકરાર, સેવા સંબંધી થતી છેતરપિંડીનો વિરોધ કરી ન્યાય માટે આગળ આવે તેવી અપીલ કરી આયોગ દ્વારા ઇનોવેટિવ વિચાર થકી ડિઝિટલ નોટિસ ચછ કોડ આપવા બદલ આયોગનો આભાર માન્યો હતો. આ તકે આયોગના મદદનીશ નિયામક અર્પણ કોરડીયા, સભ્ય મુકેશભાઇ એસ ભટ્ટ, ક્ધઝ્યુમર લો પ્રેક્ટિસનર એસોસિએશનના પ્રમુખ ડી.બી. વસાવડા, સેક્રેટરી સુનિલ પોપટ તેમજ વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -