ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
‘વિકાસ સપ્તાહ 2025’ની ઉજવણીના ભાગરૂપે કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સંત શ્રી વીરાબાપાની જગ્યામાં તાલુકા કક્ષાનો ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને પ્રાકૃતિક મોડલ ફાર્મ, બી.આર.સી. યુનિટ સહાય, ઘાસચારા કીટ, ટ્રેક્ટર સહાય મળી કુલ 8 લાખના સાધનોની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ તકે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી કામગીરી તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યાં હતાં. આ કાર્યક્રમમાં ખેતીવાડી, બાગાયત સહિત અલગ-અલગ વિભાગના કુલ 10 જેટલા સ્ટોલોના માધ્યમથી ખેડૂતોએ વિવિધ કૃષિલક્ષી જાણકારી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી સહાય અંગે માહિતી પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ટ્રેક્ટર સહાયના કુલ 4 લાભાર્થીને પેમેન્ટ ઓર્ડર, ત્રણ ખેડૂતોને કૃષિલક્ષી સાધનના પૂર્વ મંજૂરીના હુકમોનું વિતરણ તેમજ પશુપાલન વિભાગમાંથી 3 ખેડૂતોને ચાફકટરની મંજૂરી વિતરણ તેમજ એક ખેડૂતને ઘાસચારા કીટનું વિતરણ કરવામાંઆવ્યુંહતું.
ડોળાસામાં તાલુકા કક્ષાનો ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો: ટ્રેક્ટર, ઘાસચારા કીટ સહિત 8 લાખની સહાય વિતરણ
