તાલાલા તાલુકા આમ આદમી પાર્ટીએ કાળો દિવસ ઉજવ્યો:સુત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
બોટાદ કોટન યાર્ડમાં કડદા પ્રથાનો વિરોધ કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ખેડૂતો ઉપર પોલીસે કરેલ બળપ્રયોગનો તાલાલા તાલુકા આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે.પાર્ટીના કાર્યકરોએ સરકારની ખેડૂતો વિરોધી નિતી અને ખેડૂતો ઉપર કરવામાં આવેલ દમન નાં વિરોધમાં કાળો દિવસ ઉજવ્યો હતો.
- Advertisement -
પાર્ટીના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો ઉપર દમન ગુજારનાર પોલીસ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.આ કાર્યક્રમમાં પાર્ટીના તાલાલા વિધાનસભાના ઇન્ચાર્જ દેવેન્દ્રભાઈ સોલંકી,પાર્ટીના વરિષ્ઠ અગ્રણી ડી.બી.સોલંકી,તાલુકા પંચાયત સભ્ય વિપુલભાઈ શિંગાળા વિગેરે કાર્યકરોજોડાયાહતા.