આ ક્ષણને કેપ્ચર કરતો એક વિડિયો ત્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે અન્યત્ર તંગ હરીફો હોવા છતાં ખેલદિલીને પ્રોત્સાહન આપવા માટે ચાહકો તરફથી વખાણ કરે છે.
મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતીય જુનિયર હોકી ટીમ અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે મંગળવારે મેચ રમાઈ હતી. આ મેચની શરૂઆત થાય તે પહેલા બંને ટીમોએ એક બીજાને હાથ મિલાવ્યા હતા જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરદાર થઈ રહી છે. આ ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી હતી. બંને દેશોના ખેલાડીઓએ પણ મેદાન પર એક-બીજાથી અંતર રાખ્યું હતું. એશિયા કપમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે પાકના ખેલાડીઓ સાથે હાથ નહોતા મિલાવ્યા. આ પરંપરા મહિલા વર્લ્ડ કપમાં પણ જોવા મળી હતી. ભારતીય ટીમની મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનની મહિલા ખેલાડીઓથી અંતર રાખ્યું હતું.
- Advertisement -
સુલતાન જોહર કપમાં ભારત-પાક વચ્ચે મેચ રમાય તે પહેલા જ બંને દેશોની ટીમોએ હાઇ-ફાઇવ તરીકે મેચની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાન હોકી મહાસંઘ (PHF)ના વરિષ્ઠ અધિકારીઓએ પહેલા જ તેના ખેલાડીઓને માનસિક રૂપે તૈયાર રહેવાની સૂચના આપી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, જો ભારતીય ટીમના ખેલાડીઓ હાથ ન મિલાવે તો તેને અવગણવું જોઈએ અને કોઈપણ ભાવનાત્મક મેચ ટાળવી જોઈએ. અધિકારીએ એ પણ સમજાવ્યું કે ખેલાડીઓને મેચ દરમિયાન કોઈપણ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ટાળવાનું શીખવવામાં આવ્યું છે, જેથી રમતની સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. અગાઉ ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનની ટીમે ભારતમાં તેની ટીમ મોકલી નહોતી, જેનાથી ભારત-પાક વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. હવે હોકીના મેદાન પર હવે બંને દેશોની પરંપરામાં નવી શરૂઆત થઈ છે.
જાણો હેન્ડશેક વિવાદનો આખો ઈતિહાસ
- Advertisement -
પહલગામના આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલા બાદ એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચના બહિષ્કારને લઈને ભારે ચર્ચા થઈ હતી. પરંતુ અંતે બંને ટીમો મેદાનમાં ઉતરી. હતી પણ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો હતો. એશિયાકપ 2025માં બંને ટીમો સામે ત્રણ વાર મેચ રમાઈ હતી, પરંતુ દરેક વખતે ભારતીય ખેલાડીઓએ હાથ નહોતો મિલાવ્યો. એટલું જ નહીં, એશિયા કપ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના મોહસિન નકવી જે એસીસીના અધ્યક્ષ છે તેની પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. આ બાબતે મોટો વિવાદ ઉઠ્યો હતો. પણ હવે હોકીના મેદાન પર આ તણાવનો અંત આવ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે.