પંજાબી ગાયક રાજવીર જવાંદાનું હિમાચલ પ્રદેશમાં માર્ગ અકસ્માતના 11 દિવસ બાદ અવસાન થયું છે. ‘મુંડા લાઈક મી’ ગાયકને 27 સપ્ટેમ્બરે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન થયું છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ તેની હાલત ગંભીર હતી અને તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે સિંગરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 10 દિવસમાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થવાના અહેવાલ હતા. માત્ર 35 વર્ષની યુવાન વયે તેનું આ અણધાર્યું અવસાન ઇન્ડસ્ટ્રી અને પરિવાર માટે આઘાતજનક છે અને તેમના ચાહકો પણ શોકમાં છે.
- Advertisement -
છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર, સ્વાસ્થ્યમાં સુધારો નહોતો
રાજવીર છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર હતો. ડૉક્ટરોએ નિદાન કર્યું હતું કે તેની નર્વસ સિસ્ટમમાં ગંભીર સમસ્યા છે અને તેમાં કોઈ સુધારો જોવા મળતો નહોતો. ઘણા દિવસોથી તેને હોશ આવ્યો નહોતો અને તેના શરીરમાં કોઈ હલનચલન નહોતી. સતત 4 કલાકની દેખરેખ અને દવાઓ આપવા છતાં, મગજમાં ઓક્સિજન પહોંચતું ન હતું, જેના કારણે મેડિકલ ટીમ અત્યંત ચિંતિત હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેઓ રાજવીરની સ્થિતિ સ્થિર કરવા માટે તમામ સંભવિત તબીબી પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ હૃદયના ધબકારા નિયંત્રણમાં રાખવાના તમામ પ્રયાસો છતાં, તેને બચાવી ન શકાયો.
સંગીત અને ફિલ્મી સફર
- Advertisement -
મોહાલીના સેક્ટર 71ના રહેવાસી રાજવીર જાવંદા પંજાબી સંગીત અને સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર કલાકાર હતો. તેના હિટ ગીતોમાં ‘સરનેમ’ (Surname), ‘કમલા’ (Kamla), ‘મેરા દિલ’ (Mera Dil) અને ‘સરદારી’ (Sardari)નો સમાવેશ થાય છે. પંજાબી ફિલ્મોમાં તેમના નોંધપાત્ર કાર્યોમાં જિંદ જાન, મિંડે તસીલદારની અને કાકા જી જેવી ફિલ્મો સામેલ છે.
જાવંદાએ તેના સંગીત સફરની શરૂઆત વર્ષ 2014માં ‘મુંડા લાઈક મી’ (Munda Like Me)થી કરી હતી. તેના ગીતોમાં પંજાબી સંસ્કૃતિ અને ગૌરવની ઝલક જોવા મળતી હતી.