દેશભરમાંથી 250થી વધુ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો તેમનું સંશોધન રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રાંગણમાં આગામી તા. 7 થી 9 ઓક્ટોબર સુધી “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ- 2025 નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. દર બે વર્ષે યોજાનાર કોન્ફરન્સ શ્રેણીનું આ આઠમુ સંસ્કરણ છે જેનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા આંતર યુનિવર્સિટી ત્વરક કેન્દ્ર (ઈંઞઅઈ ) ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આયન-સોલિડ ઇન્ટરેકશન અને એડવાન્સ મટીરીયલ્સનાં ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, તજજ્ઞો તથા યુવા સંશોધકોને મંચ પૂરું પાડવાનો છે. ભારત અને વિદેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો દ્વારા કી-નોટ એડ્રેસ તથા ઇન્વાઇટેડ લેક્ચર આપવામાં આવશે. ભારતીય સ્પીકરમાં ડો. ડી.કે અવસ્થિ (યુપીઈએસ, દેહરાદૂન), ડો. સુશીલ કુમાર સિંઘ (ડીઆરડીઓ), ડો. તપોબ્રતા સોમ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ, ભુવનેશ્વર), ડો. શ્યામા રાઠ (યુનિવર્સીટી ઓફ દિલ્હી), ડો. ફૌરન સિંહ (ઇયુએસી ન્યુ દિલ્હી)તરીકે પ્રકાશિત થશે, જે કોન્ફરન્સમાં રજૂ થયેલા આઉટકમસનો આંતરરાષ્ટ્રીય સાયન્ટિફિક કોમ્યુનિટીમાં પ્રચાર સુનિશ્ચિત કરશે.