તાલાલા નગરમાં નવી વસેલી વસાહતના કાચા માર્ગો સિમેન્ટ અને પેવર બ્લોકથી નવનિર્મિત બનશે
તાલાલા નગરપાલિકાની સામાન્ય સભામાં 7 કરોડના ખર્ચે થનાર વિકાસ કામગીરીને સર્વાનુમતે બહાલી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.4
તાલાલા નગરપાલિકા ની સામાન્ય સભા ચીફ ઓફિસર દેવીબેન ચાવડા ની ઉપસ્થિતિમાં પાલીકાના પ્રમુખ ઉષાબેન લક્કડ નાં અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં નગરના નગરજનો માટે ઉપયોગી સવલતો સાથે શહેરના સર્વાંગી વિકાસ કાર્યો માટે રૂૂ.સાત કરોડના ખર્ચે થનાર વિવિધ સુચિત કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
નગરમાં નવી વસેલી વસાહત જેવી કે ગણેશ રેસીડેન્સી તથા બાલાજી પાર્ક અને ગુપ્તેશ્ર્વર પાર્ક નાં તમાંમ કાચા માર્ગો પાકાં સિમેન્ટ તથા પેવર બ્લોક થી નવીનીકરણ થશે તેમજ રૂૂ.30 લાખના ખર્ચે વોર્ડ નં.6 માં હુસેની ચોકમાં આવેલ સંપૂર્ણ જર્જરીત સીદીવાડા ચોરાની કાયાપલટ કરી નવનિર્મિત બનાવવામાં આવશે.આ ઉપરાંત નગરના તમાંમ છ વોર્ડ નાં જર્જરીત થયેલ આંતરીક માર્ગોનું રીનોવેશન થશે.શહેરની સુવિધામાં ઘટતી નગરજનો માટે ઉપયોગી વિકાસની કામગીરી કરવા સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા.નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ રાયચુરા,પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ તથા દિલીપભાઈ બોરીચા સહિત 24 માંથી 20 સભ્યોએ ભાગ લીધો હતો.સભા નું સંચાલન પાલિકાના અધિકારી ખેતાણી ભાઈએ કર્યું હતું.