ગરાસિયા સમાજ દ્વારા બાઇક રેલી, બે સ્થળોએ રાવણ દહન નિહાળવા હજારો નગરજનો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
વિજયાદશમીના પાવન પર્વની ભાવનગરમાં આજે ભક્તિ અને શૌર્યના સમન્વય સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
દશેરા નિમિત્તે પોલીસ અને ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરાસિયા સમાજ દ્વારા આ પ્રસંગે ભવ્ય બાઇક રેલી પણ યોજાઈ, જેમાં રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી અને યુવરાજ જયવીરસિંહ સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ-બહેનો જોડાયા હતા. સાંજે, શહેરના જવાહર મેદાન (સિંધી સમાજ આયોજિત) અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ (ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત) ખાતે રાવણ દહનના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. બંને સ્થળે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, અને માયાભાઈ આહીર તથા મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -