વિરાણી ગ્રાઉન્ડ ખાતે બાય બાય નવરાત્રીનું આયોજન
150 ખેલૈયાઓને પ્રોત્સાહિત અને વિજેતાઓ માટે સરપ્રાઈઝ ઈનામો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે સમાજના યુવાનોને સાંસ્કૃતિક સામાજિક મંચ ઉપલબ્ધ કરાવવાના હેતુથી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજની યુવા ટીમ દ્વારા વર્ષોથી વિવિધ સમાજહિતના કાર્યક્રમો યોજી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક દિવસીય ભવ્ય રાસોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં રાજકોટનું ભવ્ય ગ્રાઉન્ડ જેમાં હજારો ખેલૈયા એકીસાથે રાસની રમઝટ બોલાવશે. લાઇન એરે સાઉન્ડ સિસ્ટમ અને છૠઇ લાઈટિંગની મજા માણશે. માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ-રાજકોટ દ્વારા કાલે 04-10-2025ને શનિવારના રોજ સાંજે 6 વાગ્યે રોયલ રજવાડી રાસોત્સવ, વિરાણી ગ્રાઉંડ ખાતે બાય બાય નવરાત્રી 2025 અંતર્ગત એક દિવસીય ભવ્ય રાસોત્સવ યોજાશે. આ રાસોત્સવ સમાજના યુવા વર્ગને પોતાનું પ્રતિભા મંચ આપવા સાથે પરિવારના સભ્યો વચ્ચે એકતાનો સંદેશ આપશે. જેમાં પૂનમબેન ગોંડાલિયા, તુલશીબેન કાપડી, શ્રુતિબેન દુધરેજીયા, હિનાબેન કાપડી, આશીષભાઈ હરિયાણી. નિતાબેન કાપડી આ બધા કલાકારો તેમના સુમધુર સ્વરે રાસની સમઝટ બોલાવશે અને વિશેષ રજુઆત સાથે આર.જે. અજયસિંહ ચુડાસમા હાજરી આપશે. સાથે જ પહેલા રાઉન્ડના 150 ખેલૈયાઓને પ્રોત્સાહિત ઈનામો તેમજ વિજેતાઓ માટે સરપ્રાઈઝ ઈનામો પણ રાખવામાં આવ્યા છે. આ ભવ્ય રાસોત્સવમાં રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ તથા દાતાઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ આયોજનને સફળ બનાવવા ચેતનભાઈ ગોંડલિયા, વલ્લભબાપુ ગોંડલિયા, ઉજેશભાઈ દેશાણી, અમિતભાઈ ગોંડલીયા, જીગ્નેશભાઈ ગોંડલીયા, રાજભાઈ દેશાણી, રમેશભાઈ સરપદડિયા, રાજેશભાઈ કાપડી (છાપરા), વિમલભાઈ ગોંડલીયા, નિલેશભાઈ દાણીધારીયા, ભાવેશભાઈ દાણીધારીયા, રાજેશભાઈ ટી. કાપડી, શિવમ હરિયાણી, તુષારભાઈ દણીધારીયા, સચિનભાઈ ગોંડલીયા, મિલન હરિયાણી, શ્યામ ગોંડલિયા, વિપુલ દૂધરેજિયા તથા યુવા સમિતિની સાથે મહિલા મોરચાના મંત્રી ચાંદનીબેન ગોંડલીયા, નારી શક્તિ મહિલા મંડળના પ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી અને સોનલબેન કાપડી સહિતનાઓ જેહમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ માર્ગી વૈષ્ણવ સાધુ-સમાજ રાજકોટ અને કે.વી.ફિલ્મસ ચેનલ પર લાઇવ નિહાળી શકાશે.